INTERNATIONAL

રશિયાના ન્યૂક્લિયર પ્લાન્ટ પર યુક્રેનએ કર્યો ડ્રોન હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલા યુદ્ધમાં બંને દેશો એક બીજા પર વાર-પલટવાર કરી રહ્યા છે. યુક્રેન ડ્રોન થકી રશિયાને ટકકર આપી રહ્યું છે. યુક્રેને હવે રશિયાના જાપોરીજિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર ડ્રોન વડે હુમલો કર્યા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે.

IAEA(ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી)એ પણ આ હુમલાને ચિંતાજનક અને ખતરનાક કૃત્ય ગણાવ્યો છે. એજન્સીએ કહ્યું છે કે, આ હુમલાના કારણે એક રિએક્ટર અને બીજી મશીનરીને નુકસાન પહોંચ્યું છે. જોકે, તેનાથી પ્લાન્ટની સુરક્ષાને કોઈ ખતરો નથી પણ આ એક ગંભીર ઘટના છે. તેના કારણે રિએક્ટરની દુર્ઘટના રોકવાની સિસ્ટમ નબળી પડી શકે છે.

જાપોરીજિયા ન્યૂક્લિયર પ્લાન્ટના અધિકારીઓએ કહ્યું હતું કે, રવિવારે યુક્રેનની સેનાના ડ્રોન દ્વારા 6 નંબરના રિએક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, તેના કારણે વધુ નુકસાન નથી થયું અને કોઈ જાનહાનિ પણ નથી થઈ. માત્ર ત્રણ લોકોને નજીવી ઈજા પહોંચી છે.

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પરમાણુ સુરક્ષાને પ્રભાવિત કરતી કાર્યવાહીથી કોઈ પણ દેશે બચવું જોઈએ. આ પ્રકારના ડ્રોન હુમલાથી પરમાણુ દુર્ઘટના સર્જાવાનો ખતરો વધી ગયો છે. જાપોરીજિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર ઓછામાં ઓછા ત્રણ એટેક થયા હતા. આ પહેલા નવેમ્બર 2022માં પણ આ પ્રકારનો હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!