INTERNATIONAL

અમેરિકી ડોલર સામે રૂપિયો આજે 83.55ના રેકોર્ડ તળિયે ખૂલ્યો

ઈઝરાયલે ઈરાનના હુમલા પર વળતો પ્રહાર કરતાં ઈરાન, ઈરાક અને સિરિયા પર મિસાઈલો છોડતાં રૂપિયો આજે ડોલર સામે રેકોર્ડ તળિયે ખૂલ્યો છે. જેમાં વધુ ઘટાડાની શક્યતા ફોરેક્સ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.

અમેરિકી ડોલર સામે રૂપિયો આજે 83.55ના રેકોર્ડ તળિયે ખૂલ્યો હતો. જે ગઈકાલના 83.53ના બંધ સામે 2 પૈસા તૂટ્યો છે. યુએસ ઈક્વિટી ફ્યુચર્સ અને એશિયન શેરબજારોમાં પણ સાર્વત્રિક ઘટાડો નોંધાયો છે. લોકો સુરક્ષિત રોકાણ તરફ ડાયવર્ટ થતાં યુએસ ટ્રેઝરી યીલ્ડ વધી છે.

જિઓપોલિટિકલ પ્રેશર વધતાં વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા હાલપૂરતી નહિંવત્ત થઈ છે. પરિણામે યુએસ ડોલર ઈન્ડેક્સ તેજીમાં આવતાં વિદેશી રોકાણકારો રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ભારતીય શેરબજારોમાં સતત પાંચ દિવસ સુધી કડાકો નોંધાયો હોવા છતાં હજી વેલ્યૂએશન ઉંચા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

યુએસ ડોલર ઈન્ડેક્સ 106.17ની છ માસની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે. ફેડ દ્વારા હોકિશ વલણ જાળવી રાખવાની જાહેરાત કરતાં ટ્રેઝરી યીલ્ડમાં તેજી આવી છે. FOMCના ફેડ પ્રેસિડન્ટ Neel Kashkariએ જાહેરાત કરી છે કે, આગામી વર્ષ સુધી વ્યાજદરોમાં કોઈ ઘટાડો કરવાની યોજના નથી. યુએસ 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ વધી 4.55 ટકા થઈ છે. ટોચની છ દેશોની કરન્સી બાસ્કેટ ડોલર સામે તૂટી છે. જે રૂપિયામાં વધુ કડાકાની શક્યતા દર્શાવે છે.

ડોલર સામે રૂપિયો રોજ નવા રેકોર્ડ તળિયે નોંધાવી રહ્યું છે. આરબીઆઈએ દખલગીરી વધારી છે. ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ ટોચે હોવાથી આરબીઆઈએ મંગળવારે ડોલરની વેચવાલી કરી હોવાના અહેવાલો છે. જે રૂપિયામાં વધુ ઘટાડાની શક્યતાઓ ઘટાડે છે.

આરબીઆઈ સરકારી બેન્કો મારફત ડોલરની વેચવાલી કરી ડોલર સામે રૂપિયો સ્થિર રાખે છે. જે કરન્સીની વોલેટિલિટીમાં ઘટાડો કરવા આરબીઆઈ વતી વેચવાલી કરતી હોય છે.

ડોલર સામે રૂપિયો વધુ ઘટતાં અન્ય દેશોમાંથી થતી આયાતો મોંઘી થશે. તેમજ વિદેશી રોકાણકારો પણ સ્થાનિક ઈક્વિટી બજાર અને મૂડી બજારમાંથી રોકાણ પાછું ખેંચી પ્રોફિટ બુક કરશે. જે ઈક્વિટી બજારોમાં ઘટાડાની તેમજ રૂપિયો વધુ ગગડે તેવી સંભાવના દર્શાવે છે. આયાતો મોંઘી થતાં મોંઘવારી વધી શકે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!