GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મુફ્તી મર્હુમ હાજી સૈયદ સિદ્દીકી જીલ્લાની મિયા મદનીમીંયા કાદરી ના ચહેલુમ શરીફ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

 

MORBI:મોરબીમાં મુફ્તી મર્હુમ હાજી સૈયદ સિદ્દીકી જીલ્લાની મિયા મદનીમીંયા કાદરી ના ચહેલુમ શરીફ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

 

 

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી ખાતે મદની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા મદની સરકાર ગ્રુપ દ્વારા દારુલ ઉલમ ફૈઝાને મદની સરકાર નું ઉદ્ઘાટન સુની મુસ્લિમ ધર્મગુરૂ ખતીબે હિન્દુસ્તાન, હુજૂર ગાઝી એ મિલ્લત સૈયદ હાશમી મીંયા અશરફી કિચ્છોચ્છા વાળા, તથા ફખરે સાદાત સૈયદ દાદામીંયા બાપુ કાદરી, સાંવરકુંડલા વાળા તથા સૌરાષ્ટ્ર ના સાદાતે કરામ અને ઔલેમા એ કિરામ ના મુબારક હસ્તે કરાયું હતું.

મોરબી ના મદની સરકાર સૈયદ હાજી મદનીમીંયા બાપુ ની તમન્ના હતી કે શીક્ષીત સમાજ એજ સફળ સમાજ છે તો આ જ વિચારધારા ને અનુસરી ગરીબો ના બાળકો ને અંગ્રેજી અરબી નું શિક્ષણ મળે એ હેતું થી એમ.એસ. અંગ્રેજી વિદ્યાલય
શરૂ કરેલ છે.

મોરબીના શહેર ખતિબ સૈયદ હાજી અબ્દુલરશીદ મીંયા બાપુ કાદરી એ તેમના નાના ભાઈ મુફ્તી મર્હુમ હાજી સૈયદ મહંમદસિદ્દીક જીલ્લાની મિયા મદનીમીંયા કાદરી ના ચહેલુમ શરીફ (ચાલીસમુ) નિમિત્તે તારીખ 20-07-2024 ના રોજ મોરબીના રહેમતે આલમ રોડ, મદીના સોસાયટી, વી.સી પરા ખાતે એમ. એસ. ઈંગ્લીશ સ્કુલ તથા દારુલ ઉલુમ ફૈઝાને મદની સરકાર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કુરાન શરીફની તિલાવત અને મિલાદ ની મહેફિલ રાખેલ હતી. અને રાત્રે ઈશાની નમાજ બાદ ઇદગાહ ખાતે મહેફીલે બઝ્મે હુસૈન સૈયદ ઈમામે હુસૈન શહીદે કરબલા ની સાનમાં વિવિધ વાએજ અને તકરીર કરવામાં આવી હતી જેમાં સુન્નીઓ ના શેર એવા હુજૂર ગાઝી એ મિલ્લત સૈયદ હાશમી મીંયા સરકાર અશરફી કિચ્છોચ્છા વાળાએ તકરીર કરી હાજરી આપી હતી, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના શહેર ખતિબ અબ્દુલરશીદ મીંયા બાપુ કાદરી તથા મદની સરકાર ગ્રુપ દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી જે મર્હુમ મુફ્તી સૈયદ હાજી મહંમદસિદ્દીક જીલ્લાની મીંયા ના ચેલુમ શરીફ નિમિત્તે યોજાયેલ.

Back to top button
error: Content is protected !!