ફૈઝ ખત્રી….શિનોર
દિલ્લી ખાતે ભાજપાનો ભવ્ય વિજય થતા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ નિશાળિયા તેમજ કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો
ભારત દેશ ની રાજધાની દિલ્હી માં 27 વર્ષ બાદ ભાજપ નો ભગવો લહેરાયો છે ત્યારે સાધલી ગામ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો હતો.
વાતકરીએ તો દિલ્હી માં છેલ્લા 10 વર્ષના સમય ગાળા દરમિયાન થી કેજરીવાલ ની આમ આદમી પાર્ટી નું શાસન હતું.
દિલ્લી ખાતે હાલ માં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માં ભાજપ નો ભવ્ય વિજઈ થતા ભાજપના કાર્યકરો દ્વારા કરજણ વિધાનસભા વિસ્તાર માં ઠેર ઠેર આતિષબાજી, ફટાકડા ફોડી, એકબીજા ને મીઠાઈ ખવડાવી જીત ની ખુશી વ્યક્ત કરી હતી.
સાધલી na વિજયોત્સવ માં વડોદરા જિલ્લા પ્રભારી ડો.ભહ્મભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સી એમ પટેલ, નવયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, જ્યારે કરજણ પૂર્વ ભાજપ પ્રમુખ જયદીપસિંહ સહિત કરજણ ભાજપ ના હોદ્દેદારો મોટી સંખ્યા મા હાજર રહ્યા…
ભાજપના કાર્યકરો દ્વારા શિનોર તાલુકાના સાધલી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા ને ફુલહાર ચડાવી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય મણાવાયો હતો.
વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલે કહ્યું જેરીતે દિલ્હી માં ભાજપ ના ભવ્ય વિજય થયો છે તેમ કરજણ પાલિકામાં પણ ભાજપ ના ભવ્ય વિજય થશે એવી આશા વ્યક્ત કરી હતી.