WAKANER:વાંકાનેર: સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું, કુલ 12 શખ્સો સામે ગુનો નોંધાયો

WAKANER:વાંકાનેર: સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું, કુલ 12 શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબી: વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં કોઈપણ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાની પેરવી કરી રહેલા એક શખ્સને મોરબી એસ.ઓ.જી (SOG) ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખોની કિંમતની જીલેટીન સ્ટીક, ડિટોનેટર અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, સતાપરથી અદેપર જવાના રસ્તા પર આવેલી રામાપીરની ટેકરી પાસે, સરકારી ખરાબાની જમીનમાં કેટલાક શખ્સો વહીવટી તંત્રની પરવાનગી લીધા વિના જોખમી વિસ્ફોટકો વડે બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ વિસ્તારમાં પશુપાલકો અને વટેમાર્ગુઓની અવરજવર હોવા છતાં, પોતાના આર્થિક ફાયદા માટે સુરક્ષાના સાધનો વગર વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત પોલીસે દરોડા દરમિયાન કુલ રૂપિયા ૩,૧૮,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે,:જીલેટીન સ્ટીક (સોલર ઇકો પ્રાઇમેક્સ સ્લરી) ૪૭૫ ૧,૦૫,૪૫૦ ઇલેક્ટ્રોનિક ડિટોનેટર (.ટી.એચ. વાયર) ૭૫ ૩,૭૫૦ ટી.એલ.ડી. વાયર ૮૮૮૮ ૪,૪૦૦ બોલેરો ગાડી (GJ 03 BY 9933) ૦૧ ૨,૦૦,૦૦૦ પોલીસે રાજકોટના ખોડીયારનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોરધનદાસ ખોજીરાજી નામના શખ્સને ઘટનાસ્થળેથી ઝડપી લીધો છે. આ ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૧૨ શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં:ચોથાભાઈ વાલાભાઈ ગોરીયા (રહે. સતાપર) સામાભાઈ (રહે. સતાપર)
બોલેરો ગાડીનો ચાલક અને અન્ય સાત અજાણ્યા શખ્સો.
પોલીસે આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૮, ૧૧૦ તથા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.









