GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર નજીકથી આઈસરમાં બનાવેલા ‘ચોરખાના’ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે ઈસમોની ઘરપકડ 

 

WAKANER:વાંકાનેર નજીકથી આઈસરમાં બનાવેલા ‘ચોરખાના’ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે ઈસમોની ઘરપકડ

 

 

 

મોરબી LCBની મોટી કાર્યવાહી પુઠાના બોક્સની આડમાં MP બોર્ડરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક પકડાયું; ધ્રાંગધ્રાના બે શખ્સોની ધરપકડ


ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અજમાવેલો નવો કિમીયો મોરબી ક્રાઈમ બ્રાંચે નિષ્ફળ બનાવ્યો છે. વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવળી ગામ પાસે સંગમ વોટરપાર્ક નજીકથી લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ એક આઈસર ટ્રકને આંતરીને તેમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ. 8.10 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને વાહન મળી કુલ રૂ. 22.28 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સચોટ બાતમી અને ફિલ્મી ઢબે દરોડો મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી LCB પી.આઈ. એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સચોટ બાતમી મળી હતી કે, એક આઈસર (નંબર GJ-03-BY-1451) વાંકાનેરથી જડેશ્વર રોડ થઈ ટંકારા તરફ જઈ રહી છે, જેમાં ડ્રાઈવર કેબિનની પાછળ ખાસ ચોરખાનુ બનાવી દારૂ છુપાવવામાં આવ્યો છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી આઈસરને કોર્ડન કરી રોકી લીધું હતું.
પુઠાના બોક્સની આડમાં ‘ચોરખાણું’
પોલીસે જ્યારે આઈસરની તપાસ કરી ત્યારે તેમાં ઉપરના ભાગે પુઠાના બોક્સ ભરેલા હતા. પરંતુ ઝીણવટભરી તપાસ કરતા ડ્રાઈવર કેબિનની પાછળ બોડીમાં એક ગુપ્ત ખાનું બનાવેલું મળી આવ્યું હતું. આ ખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 4944 બોટલો (કિંમત રૂ. 8,10,480) મળી આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે બુટલેગરો મધ્યપ્રદેશ બોર્ડર પર પુઠાના બોક્સની બિલ્ટી બતાવી પોલીસને છેતરીને ગુજરાતમાં દારૂ ઘુસાડતા હતા.
બે આરોપીની ધરપકડ, એક આરોપી ફરાર પોલીસે સ્થળ પરથી ધ્રાંગધ્રાના બે શખ્સોને દબોચી લીધા છે:
સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઈ જામ (રહે. ધ્રાંગધ્રા)
સોયબ ઉમરભાઇ જામ (રહે. ધ્રાંગધ્રા) જ્યારે આ માલ મોકલનાર અથવા મંગાવનાર મેહુલભાઇ ગોવીંદભાઇ સાબરીયા (રહે. થાનગઢ) નું નામ ખુલતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.કબજે કરેલ મુદ્દામાલની વિગત:
વિદેશી દારૂ (4944 બોટલ): રૂ. 8,10,480/- આઈસર ટ્રક: રૂ. 12,00,000/-મોબાઈલ અને અન્ય: રૂ. 10,000/-
કુલ મુદ્દામાલ: રૂ. 22,28,078/- આ સફળ કામગીરીમાં LCB પી.આઈ. એમ.પી. પંડ્યા, PSI બી.ડી. ભટ્ટ, PSI જે.પી. કણસાગરા તથા સ્ટાફ જોડાયેલ હતો. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!