MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના અમરસર ગામે પાડોશી દંપતીનો હુમલો: લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે મહિલા અને તેના પતિને માર માર્યો

 

WAKANER:વાંકાનેરના અમરસર ગામે પાડોશી દંપતીનો હુમલો: લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે મહિલા અને તેના પતિને માર માર્યો

વાંકાનેર તાલુકાના અમરસર ગામે પાડોશમાં રહેતા પરિવારો વચ્ચે નજીવી બાબતે અથવા જૂની અદાવતને લીધે મામલો બિચક્યો હોવાની ઘટના સામે આવી છે. રસ્તામાં રોકી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાડોશી દંપતીએ એક મહિલા અને તેના પતિ પર લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, અમરસર ગામે રહેતા રંજનબેન જક્શીભાઈ જખાણીયા (ઉં.વ. ૪૦) અને તેમનો દીકરો જમવાનું લઈને પોતાના ઘર તરફ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં પાડોશમાં જ રહેતા રૂખડભાઈ મગનભાઈ માણસુરીયા અને તેમના પત્ની તેજલબેન માણસુરીયાએ તેમને અધવચ્ચે રોક્યા હતા. આરોપી રૂખડભાઈએ ‘તમે મારી પત્ની સાથે કેમ ઝઘડો કરો છો?’ તેમ કહીને રંજનબેનને ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

જ્યારે ફરિયાદી મહિલાએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે આરોપી રૂખડભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. મહિલાએ બચાવમાં પોતાનો જમણો હાથ આડો કરતાં તેમને હાથે સામાન્ય ઈજા થઈ હતી. આ સાથે જ આરોપી તેજલબેને પણ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ ઝઘડા દરમિયાન મહિલાના પતિ જક્શીભાઇ વચ્ચે પડતાં આરોપી રૂખડભાઈએ તેમના માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તેમને માથામાં લોહીલુહાણ ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ દંપતીને ‘ટાંટિયા ભાંગી નાખવાની’ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ હિંસક ઘટના અંગે રંજનબેન જખાણીયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પાડોશી દંપતી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!