GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં આંગણવાડી બહેનોને મહિલા મતદારોને જાગૃત કરવા સૂચના અપાઈ

WAKANER:વાંકાનેરમાં આંગણવાડી બહેનોને મહિલા મતદારોને જાગૃત કરવા સૂચના અપાઈ

રાજકોટ ગ્રામ્યમાં વાવડી ખાતે કામદારોને ૭મી મેના રોજ મતદાન કરવા અપીલ કરાઈ

રાજકોટ તા. ૧૮ એપ્રિલ – રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં ‘મતદાન જરૂર કરો અને કરાવો’ની નેમ સાથે વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી અંતરિયાળ વિસ્તારથી લઈને મહાનગર સુધી તમામ મતદારોને મતદાન માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.

૬૭ – વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થભાઈ ગઢવીના દિશાનિર્દેશ અનુસાર વાંકાનેર તાલુકા પંચાયત ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના ઘટક નંબર ૧ અને ૨ની બેઠક યોજવામાં આવી હતી. ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી વૈશાલીબેન અને શ્રી ચાંદનીબેન દ્વારા આંગણવાડી વર્કર અને આંગણવાડી સુપરવાઇઝર બહેનોને મતદાન બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ગામે-ગામે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાય, તે માટે સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે ટી.પી.ઇ.ઓ.શ્રી વોરાભાઈ અને સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી દિવ્યશભાઈ દ્વારા અચૂક મતદાનની શપથ લેવડાવામાં આવી હતી.

૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી વિમલભાઈ ચક્રવર્તીના માર્ગદર્શન પ્રમાણે વાવડી ખાતે આવેલા પ્રશાંત કાસ્ટીકના કારખાનામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ કામદારોને આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનું મહત્વ સમજાવીને તા. ૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન કરવા અપીલ કરવામાં આવી અને અવશ્ય મતદાન કરવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!