WAKANER:વાંકાનેર પંથકમાં વિકાસના માર્ગ નું ખાત મુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
WAKANER:વાંકાનેર પંથકમાં વિકાસના માર્ગ નું ખાત મુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
વાંકાનેર તાલુકાનાં ભંગેશ્ચર ખાતે ભંગેશ્ચર થી તીથવા જડેશ્ચર રોડ 1 કરોડનાં ખર્ચે સી.સી.રોડનું વૈદિક વિધી વિધાન સાથે ખાતમુહૂર્ત વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, વાંકાનેર નગરપાલિકા ઉપ પ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને સદસ્યત ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ ઝાલા,મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપાધ્યક્ષ ડાયાભાઈ સરૈયા,તીથવા ગામનાં સરપંચ ઈસ્માઈલભાઈ પરાસરા, ભલગામ સરપંચ લખાભાઈ હીરાભાઈ, ઠીકરીયાળા ગામનાં સરપંચ હકાભાઈ નાકીયા, ધમલપર ગામનાં સરપંચ અરવીંદભાઈ અંબાસણીયા, સહકારી આગેવાન બચુભાઈ કુણપરા, ભરતભાઈ પટેલ, રઘુવીરસિંહ જાડેજા, વિરાજભાઈ મહેતા,બીપીનભાઈ ચૌહાણ,જયેશભાઈ પટેલ, ગુણવંતભાઈ ગગજીભાઈ, ભંગેશ્ચર મંદિર ટ્રસ્ટી ઓ તેમજ નગરપાલિકા કાઉન્સિલરો અને સરપંચોઓ સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.