WAKANER:વાંકાનેરના હીરા પન્ના કોમ્પ્લેક્સમાં સોનાની બુટ્ટીની ચોરી: મહિલા-પુરુષ નજર ચૂકવી ૮૧ હજારનો મુદ્દામાલ લઈ ફરાર

WAKANER:વાંકાનેરના હીરા પન્ના કોમ્પ્લેક્સમાં સોનાની બુટ્ટીની ચોરી: મહિલા-પુરુષ નજર ચૂકવી ૮૧ હજારનો મુદ્દામાલ લઈ ફરાર
વાંકાનેરના મુખ્ય બજારમાં આવેલ હીરા પન્ના કોમ્પ્લેક્સ સ્થિત ‘દ્વારકાધીશ જ્વેલર્સ’માં દાગીના ખરીદવાના બહાને આવેલા અજાણ્યા મહિલા અને પુરુષ વેપારીની નજર ચૂકવી રૂ. ૮૧,૪૦૦ની કિંમતની સોનાની બુટ્ટી ચોરીને ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, મૂળ રાજકોટ જિલ્લાના ખોરાણા ગામે રહેતા અને વાંકાનેરમાં સોના-ચાંદીના દાગીના લે-વેચનો વેપાર કરતા કાનાભાઈ જોધાભાઈ ડાભી (ઉં.વ. ૪૯)ની દુકાને એક મહિલા અને એક પુરુષ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. દાગીના જોતી વખતે બંને અજાણ્યા ઈસમોએ વેપારીનું ધ્યાન ભટકાવી, ૫ ગ્રામ ૧૯૦ મિલિગ્રામ વજન ધરાવતી સોનાની બુટ્ટી (કિંમત રૂ. ૮૧,૪૦૦) ચોરી લીધી હતી અને તક જોઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ મામલે કાનાભાઈ ડાભીની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા પુરુષ અને મહિલા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની તજવીજ હાથ ધરી છે.










