GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના સરધારકા ગામે ઘેટાં-બકરાં પૂરવા બાબતે માલધારી આધેડ પર લોખંડના પાઇપ વડે હુમલો

 

WAKANER:વાંકાનેરના સરધારકા ગામે ઘેટાં-બકરાં પૂરવા બાબતે માલધારી આધેડ પર લોખંડના પાઇપ વડે હુમલો

 

વાંકાનેર તાલુકાના સરધારકા ગામે ઘેટાં-બકરાં સાઇડમાં લેવા જેવી મામુલી બાબતે થયેલી બોલાચાલીમાં એક માલધારી આધેડ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, સરધારકા ગામે રહેતા અને માલઢોર ચરાવી ગુજરાન ચલાવતા નાથાભાઇ મૈયાભાઈ મુંધવા (ઉં.વ. ૫૫) પોતાના ઘર પાસે આવેલા વાડામાં ઘેટાં-બકરાં પૂરી રહ્યા હતા. તે દરમિયાન ગામના જ જયરાજસિંહ બટુકસિંહ ઝાલા નામના શખ્સે આવીને “તું ઘેટાં-બકરાં કેમ ચલાવતો નથી?” તેમ કહી તકરાર કરી હતી.

સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ ફરિયાદીને જેમ-તેમ ગાળો આપી છાતી તથા વાંસાના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આરોપી પોતાની સફેદ રંગની ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢી લાવ્યો હતો અને ફરિયાદીના ડાબા હાથના કાંડા પર પાઇપનો ફટકો મારી દેતાં તેમને લોહી નીકળવા સાથે ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે નાથાભાઇ મુંધવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!