GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:પવનથી ધરાશાયી વૃક્ષો તાત્કાલિક દૂર કરી વાંકાનેર નગરપાલિકા એલર્ટ મોડમાં

WAKANER:પવનથી ધરાશાયી વૃક્ષો તાત્કાલિક દૂર કરી વાંકાનેર નગરપાલિકા એલર્ટ મોડમાં
વાંકાનેર: શુક્રવારે દિવસભર વરસાદી માહોલ બાદ રાત્રે પવન સાથે પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. ઝાલા હોસ્પિટલ નજીક માર્ગ પર પડેલા જૂના વૃક્ષને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાતા વાંકાનેર નગરપાલિકાનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વૃક્ષ દૂર કરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો.
શુક્રવારે રાત્રે આશરે 8 વાગ્યે પવન સાથે વરસાદી ઝાપટું શરૂ થયું હતું, જે બાદ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો. રાત્રે 8 વાગ્યાથી શનિવારે સવારે 8 વાગ્યા સુધી અંદાજે પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નગરપાલિકાના કર્મચારીઓ એલર્ટ રહી ટ્રાફિક અને જનસુરક્ષાને પ્રાથમિકતા આપી જરૂરી કામગીરી હાથ ધરી હતી









