WAKANER:વાંકાનેર હવેલી શેરીમાં બાળકોની સાયકલ બાબતે ડખ્ખો, છ શખ્સો સામે પોલીસ ફરિયાદ




WAKANER:વાંકાનેર હવેલી શેરીમાં બાળકોની સાયકલ બાબતે ડખ્ખો, છ શખ્સો સામે પોલીસ ફરિયાદ
શહેરના દરબારગઢ રોડ પર આવેલી હવેલી શેરીમાં સામાન્ય બાબતે વકરેલા ઝઘડામાં એક મહિલા અને તેમના સાથી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં છ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.


મળતી માહિતી મુજબ, વાંકાનેરના દરબારગઢ રોડ, હવેલી શેરીના નાકે ‘ત્રીજી કૃપા’માં રહેતા જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી (ઉ.વ. 52) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શેરીમાંથી પસાર થવા જેવી સામાન્ય બાબતે અને આરોપીઓના બાળકોની સાયકલ લીધેલ હોવાના મનદુઃખમાં આ ઝઘડો થયો હતો. આરોપીઓએ જ્યોતિકાબેનના ઘર પાસે વારંવાર જઈને ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાયેલા આરોપીઓએ જ્યોતિકાબેન અને તેમના સાથીને:ગાળો ભાંડી ઢીકા-પાટુનો માર માર્યો હતો.લાકડી વડે મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી.
ઝપાઝપી દરમિયાન ફરિયાદીનો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો.પોલીસે 6 શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે:ભાવનાબેન ભાવિનભાઈ કાગડા,શીતલબેન મિલનભાઈ કાગડા,નિરાલીબેન કાગડા,સાવનબેન પ્રદીપભાઈ વાગડિયા
ખુશ્બુબેન કાનાભાઈ વાળંદ,પ્રદીપભાઈ વાગડિયા વાંકાનેર સીટી પોલીસે જ્યોતિકાબેનની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



