WAKANER:રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ પોષણ માહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
WAKANER:રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ પોષણ માહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પોષણ ઉત્સવ- ૨૦૨૫, આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ એમ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરાયું
મોરબી જિલ્લામાં રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ- ૨૦૨૫ અને આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ વાલીઓને મિલેટ્સ અને સ્વદેશી વસ્તુના ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ દ્વારા વાલીઓને બાળકોને જંકફુડ અને મોબાઈલ દૂર રાખવા જણાવ્યું હતું.
પોષણ ઉત્સવ -૨૦૨૫ કાર્યક્રમમાં મીલેટ્સ સ્પર્ધા યોજાય કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત અને THR ની સક્સેસ સ્ટોરી અને ભૂલકાઓ દ્વારા દેશ ભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ કિશોરી, બાળકો અને મિલેટસ્ વાનગી સ્પર્ધા ૧,૨,૩-THR વાનગી સ્પર્ધા ૧,૨,૩ નંબર મેળવેલ વર્કરને પ્રોત્સાહિત ભેટ સ્વરૂપે પોષણ કપ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકાના પદાધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી મયુરીબેન ઉપાધ્યાય,મેડિકલ ઓફિસર (આયુર્વેદ), સીડીપીઓશ્રી,આંગણવાડી કાર્યકર, વાલીઓ હાજર રહ્યા હતા. ICDS ટીમએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.