WAKANER:વાંકાનેર સરધારકા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો:બે મિત્રોએ સાથે મળી એક મિત્રની હત્યા કરી પોલીસ પુછ પરછ દરમિયાન ખુલાસો
WAKANER: વાંકાનેર સરધારકા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો:બે મિત્રોએ સાથે મળી એક મિત્રની હત્યા કરી પોલીસ પુછ પરછ દરમિયાન ખુલાસો
વાંકાનેર તાલુકાના સરધારકા પાસેના ચેક ડેમમાંથી આજે સવારે એક યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો જેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પીએમદરમિયાન મૃતકની હત્યા કરાયા બાદ લાશ ચેક ડેમમાં ફેકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સમગ્ર ઘટનાની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને બે ઇસમોને ઝડપી લીધા છે જે બંને ઈસમો મૃતક યુવાનના મિત્રો અને ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનું ખુલ્યું છે
સરધારકા ચેકડેમમાં ગત તા. 15ના રોજ અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો મળી આવતા પોલીસ ટિમ દોડી ગઈ હતી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી વાંકાનેર સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી ટીમોએ તપાસ ચલાવી હતી અને મૃતકની માતા સુધી પહોંચી હતી મૃતક રાજેશ પ્રેમજી સોલંકી રહે શક્તિપરા વાળા હોવાનું ખુલ્યું હતું તેમજ મૃતક રાજેશને આરોપીઓ જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી રહે બંને શક્તિપરા વાંકાનેર વાળા સાથે ગત તા. 13-14 ના મોડી રાત્રીના બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે ઝઘડા બાદ આરોપી જીતેન્દ્રએ માથાના પાછળના ભાગે કડા સાથે 4-5 ઝાપટ મારી ઇજા કરી બાઇકમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને પાણીના ખાડામાં ડુબાડી દેવાનો પ્લાન હતો પરંતુ હજુ થોડો જીવ હોય જેથી મોટો પથ્થર મારી મોત નિપજાવી સરધારકા નજીકના ચેકડેમમાં મૃતદેહ ફેંકી નાસી ગયા હતા