GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના યુવાધન માટે ‘સ્માર્ટ પુસ્તકાલય’ની પહેલ: સેંકડો વિદ્યાર્થીઓની સહી સાથે મામલતદારને અરજી

 

WAKANER:વાંકાનેરના યુવાધન માટે ‘સ્માર્ટ પુસ્તકાલય’ની પહેલ: સેંકડો વિદ્યાર્થીઓની સહી સાથે મામલતદારને અરજી

 

વાંકાનેર તાલુકામાં આધુનિક ‘સ્માર્ટ પુસ્તકાલય’ માટે મામલતદારને અરજી: વિદ્યાર્થીઓ અને આચાર્યોનું વ્યાપક સમર્થન

વાંકાનેર આઝાદીના ૭૯ વર્ષ બાદ પણ વાંકાનેર તાલુકામાં એક પણ સંપૂર્ણ સુવિધાયુક્ત અને આધુનિક જાહેર પુસ્તકાલય ન હોવાના મુદ્દે સ્થાનિક જાગૃત નાગરિક શ્રી જયેન્દ્રસિંહ મધુભા ઝાલાએ વાંકાનેર તાલુકા મામલતદારને લેખિત અરજી સુપરત કરી છે. આ અરજીને વાંકાનેરની વિવિધ શાળાઓ અને કોલેજોના આચાર્યો તેમજ સેંકડો વિદ્યાર્થીઓએ સહીઓ કરીને સામૂહિક સમર્થન આપ્યું છે.

અરજીમાં મુખ્ય માંગણીઓ:જમીન ફાળવણી: ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ ૩૭ હેઠળ યોગ્ય સરકારી જમીનની ફાળવણી.

Class A પુસ્તકાલય: ‘ધ ગુજરાત પબ્લિક લાઈબ્રેરીઝ એક્ટ, ૨૦૦૧’ મુજબનું સુવિધાસભર પુસ્તકાલય.

અદ્યતન સુવિધાઓ: ૧૫,૦૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ, કમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, ડિજિટલ લાઈબ્રેરી, અલગ બાળ-વિભાગ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અલાયદો વિભાગ.

આંકડાકીય અને નાણાકીય બાબતો:અરજદારે IFLAના ધોરણો ટાંકીને દેશમાં પુસ્તકાલયોની વર્તમાન સ્થિતિ અને માથાદીઠ ખર્ચનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે નાણાકીય ભંડોળ ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે:RRRLF ગ્રાન્ટ: કેન્દ્ર સરકારના રાજા રામમોહન રોય લાઈબ્રેરી ફાઉન્ડેશન દ્વારા ૬૦:૪૦ ના ધોરણે મેચિંગ ગ્રાન્ટ.રાજ્ય સરકારની યોજના: “વાંચે ગુજરાત” અભિયાન અંતર્ગત પુસ્તકાલયો માટે ૧૦૦% અનુદાનની જોગવાઈ.

વિકસિત ભારત અને શૈક્ષણિક જોડાણ:પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૧૫ ઓગસ્ટે જાહેર કરાયેલ મફત યુટ્યુબ કોચિંગ યોજનાનો ઉલ્લેખ કરી અરજદારે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ એકાગ્રતાથી અભ્યાસ કરી શકે તે માટે આ લાઈબ્રેરી ગ્રાઉન્ડ સેન્ટર બની શકે છે. આ પહેલ “વિકસિત ભારત @ ૨૦૪૭” ના સ્વપ્નને સાકાર કરવા અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે બિન-રાજકીય તથા સંપૂર્ણપણે નાગરિક હિતમાં કરવામાં આવી છે.મામલતદાર કચેરી ખાતે રજૂઆત બાદ અરજદારે વહીવટીતંત્ર વહેલી તકે આ અંગે સકારાત્મક પગલાં લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!