GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના ભેરડામાં ચોરી: બેલાના પ્લાન્ટમાંથી રૂ1.94 લાખના કેબલ-સ્ટાટરની ચોરી

 

WAKANER:વાંકાનેરના ભેરડામાં ચોરી: બેલાના પ્લાન્ટમાંથી રૂ1.94 લાખના કેબલ-સ્ટાટરની ચોરી

 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ એક મિનરલ્સ પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવ્યો છે. પ્લાન્ટના લેબર ક્વાર્ટરના તાળા તોડી અજાણ્યા ચોરો આશરે ₹1.94 લાખની કિંમતના કેબલ વાયર અને સ્ટાટરની ચોરી કરી પલાયન થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.



​વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ. 42) એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમની માલિકીનો ‘ગુરૂકૃપા મિનરલ્સ’ નામનો ગળદા (બેલા પથ્થર)નો પ્લાન્ટ ભેરડા ગામની સીમમાં આવેલો છે.કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ પ્લાન્ટના લેબર ક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ક્વાર્ટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખેલો કિંમતી સામાન ચોરી ગયા હતા.​તસ્કરો નીચે મુજબના સામાનની ચોરી કરી ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે:​કેબલ વાયર: 06 એમ.એમ. પટ્ટી કેબલ વાયર (આશરે 800 મીટર) – કિંમત રૂ.1,86,400/-
​સ્ટાટર: પાવર સપ્લાયના સ્ટાટર (નંગ-08) – કિંમત રૂ.8,000/-કુલ ચોરી: આશરે રૂ 1,94,400/-આ બનાવ અંગે બલભદ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્લાન્ટ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!