GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ટીબંડી ગામેથી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના ટીબંડી ગામેથી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં એફીલ કારખાના પાછળ બાવળની ઝાડી નીચે જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં એફીલ કારખાના પાછળ બાવળની ઝાડી નીચે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો લતીફભાઈ રમજાનભાઈ ખોજાણી (ઉ.વ.૨૮) તથા રાજભાઈ જગદીશભાઇ પંડિત (ઉ.વ.૨૩) રહે. બંને વિશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૭૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.