MAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લામાં રોડ રિપેરિંગ કાર્ય યુદ્ધના ધોરણે શરુ*
મહીસાગર લુણાવાડા:
*મહીસાગર જિલ્લામાં રોડ રિપેરિંગ કાર્ય યુદ્ધના ધોરણે શરુ*
મહીસાગર: અમીન કોઠારી
જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક માર્ગો પર ખાડા પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અનેક વિસ્તારોમાં રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે, જેને કારણે દૈનિક ટ્રાફિક તથા પરિવહનમાં અવરોધ સર્જાયો છે.
હવે વરસાદમાં વિરામ આવતા જ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા જિલ્લા વિસ્તારના વિવિધ માર્ગો પર યુદ્ધના ધોરણે સમારકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માર્ગોની સ્થિતિ સુધારવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે, જેથી જનતા માટે સુરક્ષિત અને સહેલાઇભર્યું વાહનવ્યવહાર પુનઃ સ્થપિત કરી શકાય.