WAKANER:વાંકાનેર “તમારા ઘરે અમારા જેવડા બાળકો તમારી રાહ જોતા હશે”_ અકસ્માત નિવારવા શાળાના વિધાર્થીઓ શિક્ષકો મોરબી પોલીસ નો અનોખો પ્રયાસ
WAKANER:વાંકાનેર “તમારા ઘરે અમારા જેવડા બાળકો તમારી રાહ જોતા હશે”_ અકસ્માત નિવારવા શાળાના વિધાર્થીઓ શિક્ષકો મોરબી પોલીસ નો અનોખો પ્રયાસ
“ હવે તો સમજો ! નાના ભુલકા તમને સમજાવે છે.”
વાંકાનેર હાઈવે પર તેમજ કોઈ પણ માર્ગ પર રોજબરોજ અનેક જીવલેણ અકસ્માતની ઘટના બને છે જેમાં ખાસ કરીને ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરનાર વાહન ચાલકો વધુ ભોગ બને અને મોતને ભેટે છે ત્યારે વાંકાનેર ડિવિઝનના Dy. S. P. સમીર સારડા ના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ મથકના પી. આઈ. એચ. એ.જાડેજા તથા ટ્રાફિક પોલીસ દ્વારા વાંકાનેર મોરબી વચે વઘાસિયા ટોલ પ્લાઝા પાસે વઘાસિયા ગામની પ્રાથમિક શાળાના નાના ભુલકાઓ તથા શિક્ષકો દ્વારા ટ્રાફિક નિયમનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકવામાં આવતા હતા બાદમાં ભૂલકાઓ વાહન ચાલકોને હેલ્મેટ તથા સીટ બેલ્ટ ના ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી સાથે જ કાલીઘેલી ભાષામાં કહેતા હતા કે અમારા જેવા બાળકો સમજાવે છે હવે તો સમજો તમારા ઘરે પણ અમારા જેવડા બાળકો તમારી રાહ જોતા હશે આમ આવી રીતે સમજાવી બાળકો દરેક વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હવેથી સીટ બેલ્ટ તથા હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાની સમજૂતી આપી હતી.
આ તકે વાંકાનેર ડિવિઝનના Dy. S. P. સારડાએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે તો બીજે દિવસે ફરી નિયમ ભંગ કરશે પરંતુ પોતાના બાળકો જેવડા બાળકો જ્યારે વાહન ચાલકોને અકસ્માત વિશે માહિતી આપે અને વાહન ચાલકોને તેમના બાળકો ઘરે રાહ જોતા હોય તેવી લાગણીશભર વાત કરેલ તેનાથી વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરશે અને હેલ્મેટ પહેરીને બાઇક ચલાવશે તેમજ કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધશે તેવો આશાવાળ સેવ્યો હતો.ટ્રાફિક નિયમનના અનોખા કાર્યક્રમમાં નવા વઘાસિયા શાળાના વિધાર્થીઓ શિક્ષકો ટોલ પ્લાઝા મેનેજર હવાસિંહ તેમજ Dy. S. P. સમીર સારડા, પી.આઈ. એચ. એ. જાડેજા સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો.