નર્મદા : સુરત ખાતે યોજાયેલ રાજ્યક્ષાની જીમ્નાસ્ટીકમાં નર્મદા જિલ્લાના ૫ ખેલાડીઓએ મેડલો જીત્યા
જુનેદ ખત્રી : રાજપીપળા
ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષાની જીમ્નાસ્ટીક સ્પર્ધા અંતર્ગત પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઇન્સ સુરત ખાતે તારીખ ૧૭/૦૫/૨૦૨૫ થી ૧૯/૦૫/૨૦૨૫ દરમિયાન ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં નર્મદા જિલ્લાના શ્રી અંબુભાઇ પુરાણી ડી.એલ.એસ.એસ.શાળા રાજપીપલાના ખેલાડીના ખેલાડીઓ ભાગ લીધો હતો.
ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષાની જીમ્નાસ્ટીક સ્પર્ધામાં જાળીયા સત્યપાલે ૧ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ, મૈયાત્રા યશએ ૧ સિલ્વર, સિલીમકર કૃતિક ૧ સિલ્વર, વસાવા દેવિનએ ૧ બ્રોન્ઝ, આમ કુલ ૫ મેડલ પ્રાપ્ત કરી શાળા તેમજ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.