GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેરના જીનપરા નજીકથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

WAKANER વાંકાનેરના જીનપરા નજીકથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 


વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, GJ-03-AZ-5217 નંબરની બોલેરો કાર વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જનાર છે. જેમાં દેશી દારૂ ભરેલ હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમ વાંકાનેર જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે પર વોચમાં હોય તે સમયે કાર ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકી તલાસી લેતા તેમાંથી 3.5 લાખની કિંમતનો 2500લી. દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. 7,05,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી અરવિંદભાઈ વિરજીભાઈ કુવરીયાને ઝડપી લઇ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!