WAKANER:પરિવારમાં શાંતિ અને સુમેળ સ્થાપિત કરાવતું વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર

WAKANER:પરિવારમાં શાંતિ અને સુમેળ સ્થાપિત કરાવતું વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર
વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા ઘર કકાંસને કારણે રિસામણે બેઠેલી મહિલાનું સફળતાપૂર્વક સમાધાન કરાયું છે.
મહિલા સહાયતા કેન્દ્ર ખાતે મહિલા તથા પતિ પક્ષ બંનેની હાજરીમાં મહિલા કાઉન્સેલર શ્રીમતી તેજલબા ગઢવી દ્વારા ધીરજપૂર્વક સમજાવટ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના સંવેદનશીલ કાઉન્સેલિંગના પરિણામે બંને પક્ષો વચ્ચે ચાલતા મતભેદો દૂર થઈ પરિવારિક એકતા પુનઃ સ્થાપિત થઈ.
શ્રીમતી તેજલબા ગઢવીના માર્ગદર્શન હેઠળ મહિલાએ પોતાનાં ઘર પરત જવાની સંમતિ આપી, જેના કારણે પરિવારમાં ફરી શાંતિ અને સુમેળનું વાતાવરણ સર્જાયું.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી તેજલબા ગઢવી એ વધુમાં જણાવ્યું કે, વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા આવા પરિવારિક વિવાદોમાં સમાધાન અને મહિલાઓને યોગ્ય ન્યાય, સહાય તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે.









