MEHSANAVISNAGAR

વિજાપુર ગૌસેવા સંગઠન કર્તવ્ય ટ્રસ્ટ દ્વારા પશુ સેવા એમ્બ્યુલન્સ ચાલુ મુકાઈ

વિજાપુર ગૌસેવા સંગઠન કર્તવ્ય ટ્રસ્ટ દ્વારા પશુ સેવા એમ્બ્યુલન્સ ચાલુ મુકાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગૌ સેવા સંગઠન કર્તવ્ય ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી ગૌ સેવાનું, પક્ષી બચાવો અભિયાન તેમજ અબોલ જીવોની સેવાનું પવિત્ર કાર્ય નિસ્વાર્થ ભાવે તથા યથા શક્તિ પ્રમાણે જીવદયાનું કાર્ય કરી રહ્યું છે.
કર્તવ્ય ટ્રસ્ટ ના મનીષા બેન, દીપ બારોટ,ડો રોનક ગોસ્વામી સહીત ના ટ્રસ્ટ ના તમામ સભ્યોની સેવાભાવ થી પ્રભાવિત થઈ, ગૌસેવકોને, જીવદયા પ્રેમીઓને ઈજા કે અકસ્માત થયેલ ગૌમાતા કે અન્ય અબોલ જીવોના રેસ્કયુમાં પડતી મુશ્કેલી કે અડચણ દુર થાય તે ઉદ્દેશથી દાતાઓ તરફથી કોઈપણ સન્માનના કે પ્રતિષ્ઠાના મોહ વગર જીવદયા એજ મહાદાન વિચાર ને સાર્થક કરતા કર્તવ્ય ટ્રસ્ટ ને વિજાપુર તાલુકાના વતની અને અમદાવાદ ખાતે પોતાની હોસ્પિટલ શ્રેયસ ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર કિરણભાઈ પટેલ દ્વારા તેમના દાદી (લક્ષ્મીબેન બેચરભાઈ પટેલ) નામે નવીન એનિમલ એમ્બ્યુલન્સ કર્તવ્ય ટ્રસ્ટ ને ભેટ આપવામાં આવી હતી.આ નવીન એનિમલ એમ્બ્યુલન્સનો ઉદ્ઘાટન આજ રોજ એટલે કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ડોક્ટર કિરણભાઈના પિતા ભરતભાઈ, માતા હીરાબેન તથા મંદિરના મહંત હસ્તે નવીન એનિમલ એમ્બ્યુલન્સનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. પ્રસંગે કર્તવ્ય ટ્રસ્ટ દ્વારા ડોક્ટર કિરણભાઈનો તથા તેમના પરિવારનો સાથે સાથે તમામ સેવાભાવી લોકોનો કે જેમને તન મન ધન થી આ સેવાયજ્ઞમાં પોતાનું કંઈકના કંઈક સમર્પણ આપ્યું તે બદલ કર્તવ્ય ટ્રસ્ટ ના સભ્યો દ્વારા આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!