MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર વઘાસીયા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

 

WANKANER:વાંકાનેર વઘાસીયા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

 

વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી વઘાસીયા ગામની સીમમાં આવેલ વાડી ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી દારૂની ૭૧બોટલ કિ.રૂ. ૨૬,૬૨૫/- કબ્જે લીધો હતો. રેઇડ દરમિયાન વાડી-માલીક શખ્સ હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી આગળની તપાસ તજવીજ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમને બાતમી મળેલ કે વઘાસીયા ગામની સીમમાં રેલ્વે પાટા પાસે આવેલ વાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વાડી-માલીક તેનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની શીલપેક ૭૧ નંગ બોટલ મળી આવી હતી. જ્યારે વાડી-માલીક આરોપી સહદેવસિંહ ઉર્ફે રાણો રહે.વઘાસીયા તા.વાંકાનેર રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!