WANKANER:વાંકાનેર જુગારની અલગ અલગ ત્રણ રેડમા કુલ ચાર ઈસમો ઝડપાયા
WANKANER:વાંકાનેર જુગારની અલગ અલગ ત્રણ રેડમા કુલ ચાર ઈસમો ઝડપાયા
મળતી માહિતી મુજબ વર્લીમટકાના આંકડાઓ નોટબુકમાં લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ નજીકથી આરોપી અરવીંદસિંહ મહીપતસિંહ ગોહીલ ઉવ.૩૦ રહે હાલ-નવા ઢુવા તા.વાંકાનેર મુળગામ-ભડલી જી.ભાવનગરવાળાને રૂ.૯૫૦/-સાથે તેમજ માટેલ રોડ ઉપર અમરધામ પાસેના બીજા દરોડામાં વર્લી ફિચર્સના આંકડાનો જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બળદેવભાઇ ખોડાભાઇ દેગામા ઉવ.૩૭ રહે.નવા ઢુવા તા.વાંકાનેરવાળાને રોકડા રૂ.૧,૧૦૦/-સાથે પકડી લેવામાં આવી બંને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રાતાવીરડા ગામે રામાપીરના મંદિર પાછળ જાગેરમાં ચલણી નોટના નંબર ઉપર એકી બેકીનો નસીબ આધારિત રૂપિયાની લેતી દેતી કરી જુગાર રમતા જીતુભાઇ ચોથાભાઇ ભવાણીયા ઉવ.૨૨ તથા માવજીભાઇ છનાભાઇ કુણપરા ઉવ.૪૨ રહે.બંને રાતાવીરડા ગામવાળાને રોકડા રૂપિયા ૭૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવી બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.