GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર શ્રમિકોનું રજીસ્ટ્રેશન એસ્સુર્ડ એપમાં નહીં કરાવનાર ખાણ સંચાલક સામે ગુનો નોંધાયો.

WANKANER:વાંકાનેર શ્રમિકોનું રજીસ્ટ્રેશન એસ્સુર્ડ એપમાં નહીં કરાવનાર ખાણ સંચાલક સામે ગુનો નોંધાયો.

 

વાંકાનેરના પાડધરા ગામ નજીક આવેલ બેલાની ખાણમાં કામ કરતા શ્રમિક કર્મચારીઓનું મોરબી એસ્સુર્ડ એપમાં રજીસ્ટર તથા નજીકના પોલીસ મથકમાં જાણ નહિ કરનાર ખાણ સંચાલક સામે જાહેરનામાના ભંગ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામથી આગળ ભેરડા ગામ તરફ જતા નાયરાના પેટ્રોલપંપની સામેના ભાગે આવેલ બેલાની ખાણમાં કામ કરતા પરપ્રાંતિય યુ.પી.ના વર્કરના આઇ.ડી. પ્રુફ મેળવેલ ન હોય તેમજ પોલીસ સ્ટેશનમાં કે સંબંધીત કચેરીમાં જાણ કરેલ ન હોય તથા MORBI ASSURED એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન પણ નહીં કરાવનાર ખાણ સંચાલન આરોપી ભરતભાઈ બાબુભાઈ ઓડદરા જાતે મેર ઉવ.૩૩ રહે.હાલ પાડધરા બેલાની ખાણે તા.વાંકાનેર મુળરહે.ગામ ખાપટ તા.જી.પોરબંદરવાળાએ મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી વાંકાનેર તાલુકા પોલીસે ખાણ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!