GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેરના ઢુંવા ગામ નજીક મિરેકલ સીરામીક નામના બંધ કારખાનાના જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા 

WANKANER:વાંકાનેરના ઢુંવા ગામ નજીક મિરેકલ સીરામીક નામના બંધ કારખાનાના જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા

 

 

મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક આવેલ વરમોરા સીરામીકની પાછળ મિરેકલ સીરામીક નામના બંધ કારખાનાના સેડમાં શિવ પેલેટ નામે જગ્યા ભાડે રાખી તેના રૂમમાં ચાલતા જુગરધામમાં રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ પાંચ શખ્સો ઝડપી લીધા

મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન એએસઆઈ જિજ્ઞાશાબેન સહિતના સ્ટાફને સયુંકતમાં બાતમી મળેલ કે યશવંતભાઈ મગનભાઈ પટેલ મોરબીવાળો વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક વરમોરા સીરામીક પાછળ આવેલ મીરેકલ સીરામીકના બંધ કારખાનાના સેડમાં શિવ પેલેટ નામે જગ્યા ભાડે રાખી ત્યાંની રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોય જેથી તાત્કાલિક બાતમી મુજબની જગ્યાએ રેઇડ કરતા રૂમમાં તીનપત્તીના જુગારની મજા માણી રહેલા સંચાલક યશવંતભાઇ મગનભાઇ દલસાણીયા ઉવ.૩૬ રહે.મોરબી રવાપર ઘુનડા રોડ શકિત ટાઉનશીપ લોટસ એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૨ મુળ રહે.સજનપર (ઘુ), અમિતભાઇ દલીચંદભાઇ વરમોરા ઉવ.૩૭ રહે.મોરબી આલાપ રોડ ખોડીયારનગર પટેલ સોસાયટી સી બિલ્ડીંગ બ્લોક નં.૩૦૧ મુળ રહે.નવા દેવળીયા તા.હળવદ, પ્રકાશભાઇ શિવાભાઇ ચાપાણી ઉવ.૪૨ રહે.બેલા (રંગપર) રતનપર સોસાયટી, જીતેન્દ્રભાઇ પ્રભુભાઇ માલાસણા ઉવ.૪૩ રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ માધવ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૪ મુળ રહે.નવા દેવળીયા તા.હળવદ, વિપુલભાઇ ખીમજીભાઇ અમૃતિયા ઉવ.૪૨ રહે.જેતપર (મચ્છુ) તા.જી.મોરબીવાળા સહિતનાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે સ્થળ ઉપરથી ૧.૫૬ લાખની રોકડ રકમ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!