
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, મેઘરજ ખાતે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ’ અંતર્ગત ઉજવણી કરાઈ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, મેઘરજ (30-ભિલોડા વિધાનસભા મતવિસ્તાર, તા. મેઘરજ જી. અરવલ્લી) ખાતે તા 25-01-2025ને શનિવારના રોજ સવારે પ્રિ. ડૉ. અમૃતભાઈ પ્રજાપતિ તથા N.S.S. કોર્ડીનેટર પ્રા. શ્રી જાની રવિના માર્ગદર્શન હેઠળ N.S.S. તેમજ Voter’s awareness નાં સંયુક્ત ઉપક્રમે કૉલેજના વિદ્યાર્થીઓ, વિશેષ કરીને N.S.S. ના વિદ્યાર્થીઓ ‘રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ’ અંતર્ગત કૉલેજના નવી બિલ્ડિંગ ખાતે રૂમ નં. 16 (હેમચંદ્રાચાર્ય કક્ષ)માં એકત્રિત થયા.
આદરણીય દેવેન્દ્ર પ્રકાશ મીના(IAS), પ્રાંત સાહેબ પ્રાંત ઓફિસ, મોડાસા તથા મહિપાલ સિંહ, ડેપ્યુટી મામલતદાર, મોડાસા તથા સિદ્ધહરાજ ચૌધરી, ડેપ્યુટી મામલતદાર- મહેસૂલ, મેઘરજ તથા ભરતભાઈ તરાર, નાયબ મામલતદાર-મતદારયાદી શાખા, મેઘરજની સવિશેષ ઉપસ્થિતિથી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા થઈ.
ત્યારબાદ સ્વીપ આધારિત ફિલ્મ દર્શનનો કાર્યક્રમ સંપન્ન થયો. ત્યાર પછી આદરણીય દેવેન્દ્ર પ્રકાશ મીના(IAS) દ્વારા અને પ્રિ. ડૉ. અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા વરિષ્ઠ નાગરિકોનું (Senior citizens) શાલ ઓઢાડીને સન્માન થયું. ત્યારબાદ PWD (દિવ્યાંગ) મતદાતા રહીમ ચડી(પત્રકાર)ને શાલ ઓઢાડીને જાગૃત દિવ્યાંગ મતદાતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા.ત્યારપછી નવા દાખલ થયેલ મતદારોના પ્રતિક સ્વપરૂપે કૉલેજના N.S.S. ના વિદ્યાર્થીઓનું ફૂલછડીથી સન્માન કરવામાં આવ્યું. મતદારની કામગીરી માટે તાલુકાના શ્રેષ્ઠ બી. એલ. ઓ. તરીકે પસંદગી પામેલા શ્રીરામકૃષ્ણ પંડયાને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું.
ત્યારબાદ આદરણીય દેવેન્દ્ર પ્રકાશ મીના(IAS), પ્રાંત સાહેબ, પ્રાંત ઓફિસ, મોડાસા દ્વારા મતદાન શું છે? લોકતંત્ર શું છે? લોકતંત્રમાં મતદાનની ભૂમિકા શું છે? ચૂંટણીની વિધિ શું હોય છે? વગેરે જેવા વિષયો ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી. ત્યારબાદ N.S.S. ના સ્વયંસેવિકા લબાના રોનીકાએ રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ વિષે તેમજ આ કાર્યક્રમની થીમ Nothing like voting, I vote for sure. (મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ.) પર વક્તવ્ય આપ્યું ત્યારબાદ માનનીય મતદાર નોંધણી અધિકારી 30-ભિલોડા વિ. સ. મ. વિ. અને મદદનીશ કલેક્ટર મોડાસા દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું. ત્યારબાદ ભરતભાઈ તરાર, નાયબ મામલતદાર-મતદારયાદી શાખા, મેઘરજ દ્વારા વિદ્યાર્થીઓને તેમજ અન્ય નાગરિકોને મતદાન જાગૃતિ અંગેનો શપથવિધિનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. કર્યક્રમના અંતે N.S.S. કોર્ડીનેટર પ્રા.જાની રવિ દ્વારા આભારવિધિ પ્રગટ કરવામાં આવી. અંતે વિદ્યાર્થીઓેએ કાર્યક્રમના વિષે પોતાના પ્રતિભાવ જમા કરાવ્યા અને અલ્પાહાર લીધો. સવારે 9:45 થી 11:00 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં 42 જેટલા (26 બહેનો, 16 ભાઈઓ) વિદ્યાર્થીઓએ, 10 અધિકારી ઓએ તેમજ કૉલેજના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફે ભાગ લીધો.




