GUJARATNANDODSAGBARA

નર્મદાના સાગબારા પો. સ્ટે વિસ્તારમાં ગેર કાયદેસર ચાલતા બાયોડિઝલ પંપ સામે એસઓજી પોલીસની કાર્યવાહી એક આરોપી ઝડપાયો

નર્મદાના સાગબારા પો. સ્ટે વિસ્તારમાં ગેર કાયદેસર ચાલતા બાયોડિઝલ પંપ સામે એસઓજી પોલીસની કાર્યવાહી એક આરોપી ઝડપાયો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા પોલીસ દ્વારા સત્તત કાર્યવાહી કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લા પોલીસ એસઓજી શાખા દ્વારા સાગબારા તાલુકાના કાકડીઆંબા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર બાયોડિઝલના પંપ ઉપર રેડ કરી દસ્તક બાયો ડ્રોપ ઇન ફયુલ મહાબલી એન્ટરપ્રાઇઝ ખાતેથી આરોપી (૧) હાર્દીકભાઇ રતિભાઇ હિરપરા ને કિ.રૂ.૨,૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે

 

આરોપી ગેરકાયદેસર રીતે વાહનોમાં ઇધણ તરીકે ભરવા સંગ્રહ કરી, સરકારના ધારા-ધોરણ મુજબના કોઇપણ પરવાના કે વાંધા પ્રમાણપત્રો નહિ મેળવી, સ્થાનિકે જવંલનશીલ પદાર્થ બાબતે સેફટીના સાધનોની વ્યવસ્થા ન રાખી તથા માનવ જિંદગી જોખમાય તથા આમ જનતાની તંદુરસ્તીને નુકશાન થાય તે રીતે હવાને તંદુરસ્તી માટે દુષિત થાય તે પ્રકારનું કૃત્ય કરી, આગ અથવા સગળી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યુ આચરણ કરી, શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થ વાહનોમાં ઇંધણ તરીકે ભરવા માટે સંગ્રહ કરતા હોય તે મુજબ ગુનો સાગબારા પો. સ્ટેમાં દાખલ કરી વધુ એક આરોપી હર્ષ કિશોરભાઇ છોડવાડિયા ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!