WANKANER વાંકાનેરના મહિકા ગામે જમીન મામલે બે શખ્શોએ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો
WANKANER વાંકાનેરના મહિકા ગામે જમીન મામલે બે શખ્શોએ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો
વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને હાલમાં સુરત રહેતા પિતા પુત્રએ મહિકા ગામે આવેલી જમીન વેચ્યા બાદ દસ્તાવેજ માટે મહિકા આવતા બે આરોપીઓએ કારને આંતરી કારના કાચ તોડી નાખી પિતા – પુત્ર ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને હાલમાં સુરત રહેતા ફરિયાદી ઈમુદીનભાઈ હબીબભાઈ બાદી ઉ.40 વાળાએ આરોપી સીદીકભાઈ હબીબભાઈ બાદી અને ઉવેશભાઈ હબીબભાઈ બાદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પિતાએ મહિકા ખાતે આવેલ જમીન વેચાણ કરતા આરોપીઓને સારું નહિ લાગતા બન્ને આરોપીઓએ તેમની અલ્ટો કારને આંતરી લોખંડના પાઈપ વડે કાચ તોડી નાખી હબીબભાઈ તેમજ સાહેદ મહેબૂબભાઈને પાઈપ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.