GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં ચકચારી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપી ને નીદોર્ષ જાહેર કરતી મોરબી સેશન્સ કોર્ટ

WANKANER:વાંકાનેરમાં ચકચારી અપહરણ કરી બળાત્કાર કરવાના ગુન્હામાં આરોપી ને નીદોર્ષ જાહેર કરતી મોરબી સેશન્સ કોર્ટ

તા.૨૭/૦૪/૨૦૧૮ ના રોજ બપોરના આશરે બે વાગ્યે અગાભી પીપળીયા ગામે આ કામના આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણ ફરીયાદીના ઘરની બહાર આવેલ અને ફરીયાદી બહેનને પોતાના મોટર સાયકલમાં બેસવા કહેવા પરંતુ ફરીયાદી બહેને મોટર સાયકલમાં બેસવાની ના પાડતા આ કામના આરોપીએ ફરીયાદી બહેનને કહેલ કે જો તુ મોટર સાયકલમાં નહિ બેસે તો તારા ભાઈને મારી નાખીશ જેથી ફરીયાદી બહેન આરોપીના મોટર સાયકલમાં બેસી ગયેલ અને આ કામના આરોપી ફરીયાદી બહેનનું અપહરણ કરી મોરબી કામધેનુ રીસોર્ટ પાસે લઈ ગયેલ અને અવાવરૂ જગ્યામાં ફરીયાદી બહેન પાસે શરીર સુખ માણવાની માંગણી ની ધરપકડ કરેલ હતી. કરતા ફરીયાદીએ ના પાડતા ફરીયાદીના ભાઈને મારી નાખવાની ધમકી આપેલ અને આરોપીએ ફરીયાદી બહેનની મરજી વિરુધ્ધ ફરીયાદી સાથે શરીર સબંધ બાંધી જાતીય હુમલો કરી ફરીયાદી બહેનને વાંકાનેર ખાતે મુકી ગયેલ અને આ વાત કોઈને કહેશે તો ફરીયાદી બહેનના ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આ કામના ફરીયાદીએ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ.આરોપી વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી. નં.૩૪/૨૦૧૮ થી ઉપરોકત મુજબનો ગુનો દાખલ થયેલ. સદર ફરીયાદના અનુસંધાને તપાસ એજન્સીએ જરૂરી અને યોગ્ય તપાસ કરી, આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૫, ૩૭૬(૨) તથા ૫૦૬(૨) મુજબનો ગુનો નોધી આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણ ની ધરપકડ કરેલ હતી.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રીઓ, પોલીસ તથા તપાસ કરનાર અધિકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દવારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટેમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તરફે મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને અશોક.જે.ખુમાણ રોકાયેલ હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટેમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ અને દલીલ કરેલ. જે દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી તરફે મોરબી પ્રખ્યાત એડવોકેટશ્રી જીતેન. ડી અગેચાણીયા, અશોક.જે.ખુમાણ દિલીપભાઈ અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!