હાલોલ:શારદા વિદ્યામંદિર શાળામાં વિજ્ઞાન મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૮.૨૦૨૫
હાલોલ ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યામંદિર માં સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકોએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી ઘણા અવનવા પ્રોજેક્ટ બનાવી તેનું પ્રદર્શન કર્યું હતું. રેઇન એલારામ, વોટર હાર્વેસ્ટર,વોટર પ્યુરીફાયર ,ઓર્ગેનિક ખેતી, માનવ હૃદયની રચના, ઉત્સર્જન તંત્ર, સ્માર્ટ સિટી જેવા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવ્યા હતા. આ સાયન્સ ફેર માં તેમણે ભવિષ્યમાં આવનાર કુદરતી તથા માનવસર્જિત મુશ્કેલીઓના નિવારણ કેવી રીતે કરી શકાય તેની માહિતી તથા સમજૂતિ આપી હતી. શાળા દ્વારા વિધાર્થીઓ માં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, તેમની જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ઘણા એવા મોડલ હૂબહૂ બનાવવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં શાળાના ટ્રસ્ટીગણ તથા વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આચાર્ય તથા શિક્ષકો ના માર્ગદર્શનને વિદ્યાર્થીઓએ તેમની ઉત્કૃષ્ટ કૃતિઓમાં સુવ્યવસ્થિત રીતે રજુ કર્યું હતું. શાળા પરિવાર વિદ્યાર્થીઓને તેમના આવનારા ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.