GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસે ખોવાયેલા ૧૪ મોબાઈલ અરજદારોને પરત આપ્યા
WANKANER:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસે ખોવાયેલા ૧૪ મોબાઈલ અરજદારોને પરત આપ્યા
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં CEIR પોર્ટલનો ઉપયોગ કરીને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા 2.75 લાખની કિંમતના કુલ 14 ફોન શોધી કાઢી મૂળ માલીકને પરત કરવામાં આવ્યાં છે.
વાંકાનેર તાલુકા પોલીસના સ્ટાફે CEIR પોર્ટલનો ઉપયોગ કરી CEIRમાં એન્ટ્રી કરીને સતત મોનિટરિંગ રાખ્યું હતું અને યોગ્ય વર્ક આઉટ કરીને 8 હજારથી લઈને 33 હજાર સુધીની કિંમતના કુલ 2.75 લાખની કિંમતના ટોટલ 14 મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલીકને પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સાબિત કર્યું છે.