KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરમાં બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.

 

તારીખ ૧૪/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

સમગ્ર દલિત સમાજ અને પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા બાબાસાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી એમની ભવ્ય જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો કાલોલમાં ઉપસ્થિત રહ્યા હતા પક્ષપાત જ્ઞાતિના વાળા છેડા ભૂલી સમગ્ર વાલ્મિકી સમાજ એકત્ર થઈ સુત્રોચાર પણ કર્યા હતા. એક જ સાહેબ બાબાસાહેબ બાબા સાહેબ અમર રહો જેવા ગગનચુંબી ભવ્ય નારાઓ આ સમાજે લગાવ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ પ્રમુખ પરસોત્તમભાઈ,હાઈ પાવર કમિટીના અધ્યક્ષ કિરણભાઈ,મહામંત્રી ભરતભાઈ માસ્તર, રમેશભાઈ તલાટી દેલોલના મનોજભાઈ,હાલોલ નાગેવાન નવીનભાઈ,કાલોલ આગેવાનોમાં મુકેશભાઈ,ડોક્ટર સુનિલ સોલંકી,પ્રમોદભાઈ નાગર, કનેટીયાના ખજાનચી જતીનભાઈ,ખરસલીયાના વકીલ દિનેશભાઈ,કાલોલ તાલુકા પ્રમુખ સંજયભાઈ વણકર,શહેરના પ્રમુખ કંચનભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં જિલ્લાના તેમ જ કાલોલ તાલુકાના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાબા સાહેબના વિચારોને આગળ વધારવા સમગ્ર દલિતોને આ આગેવાનોએ પ્રોત્સાહિત કર્યા હતા બાકરોલના આગેવાન રામભાઈ ની પુત્રી સુંદર પ્રવચન બાબાસાહેબ આંબેડકરનું આપ્યું હતું જેમાં બાબાસાહેબના વિચારોને વળગી રહેવા અને બાબા સાહેબની જ્યોત આગળ લઈ જવા આહવાન કર્યું હતું આ દીકરીનું વ્યક્તિત્વ ખૂબ જ ઉમદા હતું સમગ્ર દલિત સમાજે તાળીઓ થી આ પ્રવચનને વધાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ,અશોકભાઈ અને ભરતભાઈ એ ખૂબ જ સુંદર આયોજન કરી આ પ્રસંગને શોભાવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!