વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૨ સપ્ટેમ્બર : આત્મહત્યા નિવારણ દિવસ માટે નો સંદેશ શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર અને શ્રી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ અને કચ્છ આત્મહત્યા ફોરમ સંસ્થા ના સયુંકત ઉપક્રમે શાળામાં તા 10/09/24 ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ની સમજ આપવા માં આવી શાળામાં પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણ દિવસની માહિતી આપવામાં આવી શાળાના મદદનીશ શિક્ષક સુનિલ ભીમજી મહેશ્વરી આ દિવસે આત્મહત્યા ના કારણો, આત્મહત્યા નિવારણ ની વાત માટે વિવિધ પ્રસંગો ,ઉદાહરણ દ્વારા બાળકોને જાણકારી આપવામાં આવી. શાળાના સુપરવાઇજર શ્રી જયદીપસિંહ જાડેજા તથા આચાર્ય શ્રી હરેશભાઈ દરજીએ આ દિવસે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યો .સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ મહેશ્વરી એ કરેલ તથા શાળાના સર્વે સ્ટાફમિત્રો સાથે જોડાયા હતા.