કોંગ્રેસનું સંગઠન સુજન અભિયાન:ભરૂચમાં AICC પ્રતિનિધિ સંજય દત્તની ઉપસ્થિતિમાં સંગઠન સમીક્ષા બેઠક યોજાઈ
સમીર પટેલ, ભરૂચ
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા શરૂ કરવામાં આવેલ સંગઠન સુજન અભિયાન અંતર્ગત ભરૂચમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઝાડેશ્વર વિસ્તારના સર્કિટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં AICC નિરીક્ષક સંજય દત્ત મુખ્ય પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં AICCના સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી નિલેશ પટેલ, GPCCના પી.ડી.વસાવા, ગ્યાસુદ્દીન શેખ અને પ્રભાતસિંહ સોલંકી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. તેમણે સંગઠનની આંતરિક કામગીરી અને લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સંજય દત્તે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુજન અભિયાન પાર્ટીના તંત્રને આધુનિક બનાવવા અને કાર્યકર્તાઓને વધુ સક્રિય કરવા માટેનો પ્રયાસ છે. બેઠકમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરીમલસિંહ રણા અને શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
બેઠકમાં લોકસભા 2024ની ચૂંટણી અને આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ માટે રણનીતિ ઘડવામાં આવી. કોંગ્રેસ પાર્ટી આ અભિયાન દ્વારા તળિયાના સ્તરે સક્રિય થવા અને જનતા વચ્ચે પોતાનું મજબૂત વિઝન રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.