GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર પોકસોના ગુનામાં આરોપીનો નિદોષ છુટકારો

 

WAKANER:વાંકાનેર પોકસોના ગુનામાં આરોપીનો નિદોષ છુટકારો

 

 

વાંકાનેર તાલુકા ગામ પલાસડી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોકસોના ગુનામાં આરોપી ધર્મેશ પનારાનો નિદોર્ષ છુટકારો થયો

આ કેસની હકિકત એવી છે કે, વાંકાનેર તાલુકા પોલીસ મથકે સગીરાના માતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૭/૦૪/૨૦૨૨ ના રોજ તેની દિકરી ઘરમાં જોવા મળેલ નહી. જેથી ફરીયાદીએ કામના આરોપી ધર્મેશ પનારા વાલીપણામાંથી અપહરણ કરી પોતાની સાથે ભગાડી લઈ ગયેલ હોય જે અંગેની પોકસો એકટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજી. નં. ૩૭૪/૨૨ થી ગુનો નોંધાયેલ હતો

ત્યારબાદ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩, 355 ૩૭૬(૨)(જે)(એન) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ, ૨૦૧૨ ની કલમ- ૫(એલ), (૫(એલ), ૬ મુજબ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી વતી મોરબીના જાણીતા સીનીયર એડવોકેટ હરીલાલ એમ.ભોરણીયા તથા યુવા એડવોકેટ પ્રદિપ કે.કાટિયાએ આરોપી તરફે બચાવ કરેલ હતો તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટ ના ચુકાદા ટાંકયા હતા. તથા કેસની હકકિત ઘ્યાને લઈ મોરબી સ્પેશયલ જજ પોકસો કોર્ટ અને એડીશ્નલ સેશન્સ જજ કમલ આર. પંડયા સાહેબએ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ ફરમાવેલ હતો.

આ કેસમાં આરોપી વતી મોરબીના જાણીતા સીનીયર એડવોકેટ હરીલાલ એમ.ભોરણીયા તથા યુવા એડવોકેટ પ્રદિપ કે. કાટિયા, અર્જુન પી. ઉભડીયા, કાજલબેન.એચ.ભોરણીયા, શર્મિલા પી.આદ્રોજા, પુનમ એ. હોથી તથા સાક્ષી વી.વિડજા, રોકાયેલ હતા.

Back to top button
error: Content is protected !!