અમદાવાદ-ગ્રામ્યમાં બિનસરકારી શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ-ગ્રામ્ય દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી રહેલી 41 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા શેઠ અમુલખ વિદ્યાલય, ગોતામાં શરૂ થઈ છે.
ભરતી પ્રક્રિયાની શરૂઆત ઉમેદવારોની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબહેન જહા અને પેનલના સભ્યોના માર્ગદર્શન હેઠળ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી.
પ્રક્રિયાના પ્રથમ દિવસે પસંદગી પામેલા નવનિયુક્ત આચાર્યશ્રીઓને નિમણુક પત્રો ભરતી સમિતિના સભ્યો જે. વી. પટેલ અને મનુભાઈ પાવરાની ઉપસ્થિતિમાં સુપ્રત કરાયા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જણાવ્યું કે રાજ્યકક્ષાએથી નિયત થયેલા સમયપત્રક મુજબ આ ભરતી પ્રક્રિયા સમગ્ર જાન્યુઆરી માસ દરમ્યાન ચાલુ રહેશે, અને દરેક તબક્કે પારદર્શિતા અને યોગ્યતાના ધોરણોનું પાલન કરવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયાથી શાળાઓમાં વ્યાવસાયિકતાને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા સાથે શિક્ષણક્ષેત્રે મહત્વનો ફાળો મળવાની આશા છે.