TANKARA:છત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

TANKARA:છત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
શ્રી છત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તારીખ 28- 6- 2024 ને શુક્રવારના રોજ શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. આ પ્રવેશ ઉત્સવમાં ગાંધીનગરથી ટેકનિકલ શિક્ષણની કચેરીના નાયબ નિયામકશ્રી( કમિશનરશ્રી) એમ. જે.અઘારા સાહેબ, ટંકારા મામલતદારશ્રી કે.જી.સખીયા સાહેબ, લજાઈ સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી શૈલેષભાઈ સાણજા, નાયબ મામલતદાર સુરેશભાઈ સોલંકી, રમેશભાઈ સોલંકી, ગામના સરપંચશ્રી કોમલબેન રસિકભાઈ ભીમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સર્વ ધર્મ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો, પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ શાબ્દિક સ્વાગત કરી મહેમાનોનું પુસ્તકથી ( ગત વર્ષે કલા ઉત્સવમાં ચિત્ર, ગાયન, વાદનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર) વિદ્યાર્થી દ્વારા સ્વાગત કરાવ્યું હતું, મહેમાનોના શુભ હસ્તે આંગણવાડીમાં, બાલવાટિકામાં, ધોરણ-૧ માં, ધોરણ-૯ માં પ્રવેશ મેળવેલ બાળકોને મહેમાનોના હસ્તે પ્રવેશ કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો, આ તકે.. NMMS પરીક્ષા, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહેમાનશ્રીના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, શાળાની ધોરણ-૪ ની વિદ્યાર્થીની સારેસા પ્રિયાંશીએ પ્રાકૃતિક ખેતી વિશે અને ધોરણ 8 ની વિદ્યાર્થી સારેસા સંજનાએ વ્યસન મુક્તિ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, પ્રસંગિક ઉદબોધનમાં સી.આર.સી. કોર્ડીનેટર શૈલેષભાઈ સાણજા સાહેબે વાલી ગણને બાળકના સારા અભ્યાસ બાબતે અને સંસ્કાર ઘડતરમાં વાલી અને શાળાની શું ભૂમિકા છે…?… તેની વાત કરીને શાળા અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા,
નાયબ નિયામકશ્રી એમ. જે.અઘારા સાહેબે બાળકો સારું શિક્ષણ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે ગ્રામજનો, એસ.એમ.સી.ના સભ્યો એસ.એમ. ડી.સી.ના સભ્યો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમની આભાર વિધિ અને સરકારશ્રીની યોજના વિશે ટૂંકમાં વાત માધ્યમિક શાળાના આચાર્ય શિલ્પાબેન દ્વારા કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન સારેસા સંજના અને મુંધવા પાર્થ દ્વારા કરવામાં આવ્યું હતું , કાર્યક્રમના અંતમાં શાળામાં કમ્પ્યુટર લેબનું ઓપનિંગ મુખ્ય મહેમાન દ્વારા કરવામાં આવ્યું હતું તથા મહેમાનશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ભારે જહમત ઉઠાવી હતી… કાર્યક્રમની પ્રસ્તુત તસવીર નજરે પડે છે…








