NATIONAL

ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ભાજપને બંપર બહુમત

ઓરિસ્સામા છેલ્લા 20 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની બીજુ જનતા દળના સૂપડા સાફ થઈ ગયા છે અને ઓરિસ્સામાં ભાજપ બહુમતી એકદમ નજીક પહોંચી ગઈ છે. 147 બેઠકો ધરાવતી ઓરિસ્સા વિધાનસભામાં ભાજપને જીતવા માટે 74 બેઠકોની જરૂર છે અને અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ 80 બેઠકો પર આગળ છે. અહીં છેલ્લા 24 વર્ષથી બીજેડી સતત એકચક્રી રાજ કરી રહી છે. ઓરિસ્સામાં અત્યાર સુધીના રૂઝાનોને જોતા પ્રથમવાર એવુ બનશે કે અહીં નવિન પટનાયકના ગઢના કાંગરા ખેરવી ભાજપ સત્તા પર આવશે. છેલ્લા 25 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની બીજેડી આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી પાછળ ચાલી રહી છે અને ભાજપ 80 બેઠકો સાથે આગળ છે.

ઓરિસ્સાની 147 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમા શરૂઆતથી જ ભાજપ બહમતી સાથે આગળ વધતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચના તાજા આંકડા જણાવી રહ્યા છે કે ભાજપ 79 બેઠક પર આગળ ચાલી રહી છે. ઓડિસામાં ભાજપ સરકાર બનાવવાની એક્દમ નજીક પહોંચી ગઈ છે. 24 વર્ષથી સતત એકચક્રી શાસન ભોગવી રહેલી બીજેડી બાદ પ્રથમવાર ભાજપ અહીં સત્તા મેળવવા જઈ રહી છે. હાલ જે રૂઝાન સામે આવ્યા છે. તેમાં બીજુ જનતા દળ 48 બેઠકો સાથે બીજા સ્થાન પર બનેલી છે. જ્યારે કોંગ્રેસ 15 સીટ પર અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) સીટ પર આગળ છે. જ્યારે બે સીટ પર અપક્ષ ઉમેદવાર આગળ છે.

ઓરિસ્સાના નવિન પટનાયકના અનેક મંત્રીઓ પણ પાછળ ચાલી રહ્યા છે. ગત ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો 2019ની વિધાનસભા ચૂંટણીમાં BJDને 147માંથી 117 બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપને 23 સીટ અને કોંગ્રેસને 9, CPI(M)ને 1 અને અપક્ષને 1 બેઠક મળી હતી. જ્યારે મુખ્યમંત્રી નવિન પટનાયક છેલ્લા 24 વર્ષથી સીએમ છે. આ વખતે ભાજપ 79 બેઠક પર આગળ છે અને જીતના આંકડાની એકદમ નજીક છે. ઓરિસ્સામાં પ્રથમવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. અહી ભાજપ ક્યારેય સત્તામાં રહી જ નથી.

Back to top button
error: Content is protected !!