MORBI:મોરબીના ઘૂંટુમાં પત્નીને માર મારવા બાબતે સમજાવવા જતાં ધીંગાણું: સામસામે લાકડાના ધોકા ઊછળ્યા, બંને પક્ષે પોલીસ ફરિયાદ

MORBI:મોરબીના ઘૂંટુમાં પત્નીને માર મારવા બાબતે સમજાવવા જતાં ધીંગાણું: સામસામે લાકડાના ધોકા ઊછળ્યા, બંને પક્ષે પોલીસ ફરિયાદ
મોરબી તાલુકાના ઘૂંટુ ગામમાં પત્ની સાથે ચાલતી મારકૂટ બાબતે સમજાવવા ગયેલા પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બાબત વણસી હતી. બંને પક્ષો વચ્ચે લાકડાના ધોકા વડે મારમારી થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાવા પામી છે.
ઘૂંટુ ગામે રહેતા કિશનભાઇ ગેલાભાઈ સોલંકી (ઉ.વ.૨૭) એ આરોપી જયદીપભાઇ દિનેશભાઇ રાઠોડ, દિનેશભાઇ રાઠોડ અને રેખાબેન (તમામ રહે. ઘૂંટુ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, કિશનભાઈએ આરોપી જયદીપને તેની પત્નીને માર ન મારવા બાબતે સમજાવ્યો હતો. આ વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ કિશનભાઈના ઘર પાસે જઈ તેમના માતુશ્રી રમીલાબેનને ગાળો આપી હતી અને કિશનભાઈને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
સામા પક્ષે ઘૂંટુ ગામે જ રહેતા દિનેશભાઇ જેરામભાઈ રાઠોડ (ઉ.વ.૫૭) એ આરોપી કિશનભાઇ ગેલાભાઈ સોલંકી, મનોજભાઈ ગેલાભાઈ સોલંકી અને રમીલાબેન ગેલાભાઈ સોલંકી વિરુદ્ધ સામી ફરિયાદ નોંધાવી છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે, સાથી જયદીપભાઈ તથા દિપિકાબેન આરોપી રમીલાબેન પાસે જતાં રમીલાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી અન્ય આરોપીઓને ફોન કરીને બોલાવી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા ફરિયાદી દિનેશભાઈને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ઘૂંટુ ગામમાં બનેલી આ જૂથ અંકલેશ્વર/મારમારીની ઘટના સંદર્ભે મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામે ગુનાહિત ફરિયાદો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.








