સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ નજીક ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગતાં અફડાતફડી માહોલ સર્જાયો.
ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અંદાજે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી

તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અંદાજે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી
સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે આવેલા એનવાય સીનેમાની બાજુમાં અને તેની આજુબાજુમાં આવેલી ખાણીપીણીની દુકાનોમાં આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે વહેલી સવારે આ અચાનક આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 4:00 વાગ્યાના અરસામાં કોમ્પ્લેક્સમાં આવેલી ખાણીપીણીની દુકાનમાં શોર્ટ સર્કિટ સર્જાયું હતું જેને લઈને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે કે જોતામાં આજુબાજુની દુકાનોમાં પણ આગ પહોંચી ગઈ હતી અને જેને લઈને વ્યાપક નુકસાન પહોંચ્યું છે કે સવારે વહેલા માર્કેટિંગ યાર્ડમાં જતા વેપારીઓ દ્વારા આ બાબતે નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આગ બુજે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે આજુબાજુમાં આવેલ એનવાય સિનેમા તેમજ બેંકને પણ નુકસાન પહોંચ્યું છે અને દસથી વધુ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સાત ફાયર બ્રિગેડના ફાઇટરો નો ઉપયોગ કરી આગ ઉપર પાણીનો માળો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાના કારણે આગ સતત પ્રસરતી ગઈ અને આગળ દુકાનોમાં લાગતી ગઈ જો કે અંતે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં તો આવી છે પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે એનવાય સિનેમા બેંક તેમજ ખાણીપીણીની દુકાનોમાં નુકસાન થયું છે સમગ્ર જે ફર્નિચર હોય છે અને અંદર પડેલી તમામ વસ્તુઓ બળીને ખાખ બની ગઈ છે આ ઘટનાની જાણકારી થતા સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પીજીવીસીએલ વિભાગની ટીમ પોલીસ સ્ટાફની ટીમ નગરપાલિકાની ટીમો ત્યાં દોડી ગઈ છે મોટી જાનહાની ન સર્જાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને વીજ પુરવઠો આ વિસ્તારમાં આગ લાગવાના કારણે ખોરવાઈ ગયો છે તે પણ તાત્કાલિક ચાલુ થાય તે પ્રકારના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે.




