GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રાહત પેકેજ નુકશાનીનું વળતર મેળવવાની ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં વધારો કરવા કૃષિ મંત્રીને પત્ર લખ્યો

MORBI:રાહત પેકેજ નુકશાનીનું વળતર મેળવવાની ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં વધારો કરવા કૃષિ મંત્રીને પત્ર લખ્યો

 

 

ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલ ભારે વરસાદને પગલે પાક નુકશાની અન્વયે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૪ ના નુકશાનીનું વળતર મેળવવાની ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં વધારો કરી આપવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી છે

જે રજુઆતમાં જણાવ્યું છે કે રાજ્યમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસના પ્રારંભે થયેલ ભારે વરસાદથી દરેક જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોમાં અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ અને પાણી ભરાઈ જવાથી ખુબ જ મોટા પ્રમાણમાં પાણી જવાથી નુકશાની થયાના અંદાજો વહીવટી તંત્ર દ્વારા મળેલ છે જેના અનુસંધાને પાક નુકશાન અન્વયે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૪ ની જાહેરાત કરી છે જેમાં નુકશાનીના ફોર્મ ભરવાનો સમય તા. ૨૫-૧૦ થી તા. ૩૧-૧૦ સુધીનો છે પરંતુ હાલમાં દિવાળી તહેવાર હોવાથી સરકારી સાઈટમાં વધુ લોડ પડવાને કારણે ફોર્મ ભરવાના સર્વરમાં તકલીફો જણાતી હોય આટલા ટૂંકા ગાળામાં દરેક ખેડૂતોના ફોર્મ ભરવાનું શક્ય નથી જેથી ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદામાં ૧૫ દિવસનો વધારો કરવા ઘટિત કાર્યવાહી કરવા માંગ કરી છે

Back to top button
error: Content is protected !!