યાત્રાધામ પાવાગઢ ખાતે બસ્ટેન્ડ સામે આવેલ ભદ્ર કિલ્લાની દીવાલની એક ભાગ વધુ વરસાદને પગલે ધરાશાઈ થયો હતો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૮.૨૦૨૪
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સતત ત્રણ ચાર દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ખાતે બસ સ્ટેશનની સામે આવેલ વિશ્વ વિરાસતમાં સમાવેશ કરેલ એવા ઐતિહાસિક ધરોહર એવા ભદ્ર કિલ્લાની પાસેના ગેટ સાથે આવેલી વર્ષો પુરાણી ઐતિહાસિક દીવાલની ઈંટો સાથેનો એક ભાગ સતત વરસાદમાં ધોવાઈ ને થોડો ભાગ ધરાશય થતા તાત્કાલિક પાવાગઢ ચાંપાનેર ગામમાં પ્રવેશવાના આ ગેટને પોલીસની બેરીકેટ મૂકીને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે પણ તે જગ્યાએ ફરીથી વધારે દીવાલ નો ભાગ ધરાસાય થયો હતો. અનેક વર્ષોથી ચાંપાનેર (પાવાગઢ) ગામની શાન બની અડીખમ ઉભોલો ભદ્ર કિલ્લાના મુખ્ય ગેટમાંથી પાવાગઢ (ચાંપાનેર) ગામ નો પ્રવેશ દ્વાર છે.આ રસ્તે થી ગામ માં તેમજ રાણી મસ્જિદ સહિતના ઐતિહાસિક સ્મારકો તરફ જવાનો મુખ્ય માર્ગ છે.જ્યારે ચાંપાનેર પાવાગઢ ગામમાં બીજી તરફથી પ્રવેશ કરવા માટે ઐતીહાસિક જામી મસ્જિદ તરફથી પણ એક ગેટ આવેલો છે.જ્યાંથી પણ ચાંપાનેર ગામમાં પ્રવેશ કરવામાં આવે છે.જેમાં બંને પ્રવેશ દ્વાર પૈકીના બસ સ્ટેન્ડ ની સામે આવેલ ભદ્ર કિલ્લા નો ભદ્ર ગેટ તરીકે ઓળખાતો આ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો છે.









