અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : બાંઠીવાડા ખાતે આમ આદમી પાર્ટીની જનસભા, ઈસુદાન ગઢવીની વિશેષ હાજરી, 100 થી વધુ લોકો આપ માં જોડાયા
મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી વિશેષ હાજરી આપી હતી.જનસભામાં ગામજનોની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને 100થી વધુ મહિલાઓ અને યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાતા કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું.ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં ગ્રામ વિકાસ, શિક્ષણ અને જનહિતના મુદ્દાઓ પર પાર્ટીની નીતિઓ અંગે સમજ આપી હતી. તેમણે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાર્યકરોને સક્રિય થવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.