અંબાજી મંદિર માં ૧.૨૧ કરોડ ઉપરાંત નું સોનું દાન માં મળ્યું
24 નવેમ્બર
મુંબઈ ના ૨ માઈ ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પોતાની શક્તિ પ્રમાણે હોમહાવન ઇત્યાદિ પૂજા અર્ચના કરી હતી ને અંબાજી મંદિર માં લાખો રૂપિયા ના સોના ની ભેટ પણ ધરાવી હતી મુંબઈ ના બે માઈ ભક્તો એ પોતાનું નામ ગુપ્ત રાખી ને અલગ અલગ સોનું ભેટ અર્પણ કર્યું હતું જેમાં એક માઈ ભક્ત એ ૫૨૦ ગ્રામ સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૪૧ લાખ ૩૨ હજાર ની મંદીર માં અર્પણ કરી હતી જ્યારે બીજા એક માઈ ભક્તે એક કિલો સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૮૦ લાખ નીઅર્પણ કરાતા મંદિર ના અધિક કલેકટર કૌશિક મોદી તેમજ ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવિણ ગોસ્વામી એ આ સોના નું દાન સ્વીકાર્યુ હતું . જોકે આ બાબતે મંદિર ના અધિક કલેકટરે જણાવ્યું હતું કે સમયાંતરે અંબાજી મંદિર ને માઈ ભક્તિ દ્વારા સોનાચાંદી અને રોકડ રકમ ની મોટી ભેટ સોગાત મળતી રેહતી હોય છે જે હાલ માં અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં પણ માઈ ભક્તો પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે ને મોટા ભાગે આવતું મોટું દાન માં દાતાઓ પોતાનું નામ ગુપ્ત રાખતા હોય છે