AMRELIAMRELI CITY / TALUKOGUJARAT

અમરેલી પત્રકાર એકતા પરિષદ દ્વારા 150 કરતાં વધારે પત્રકારોએ કલેકટરને આવેદન પાઠવ્યુ…

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી પત્રકાર એકતા પરિષદ દ્વારા 150 કરતાં વધારે પત્રકારોએ કલેકટરને આવેદનg પાઠવ્યુ…

થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પત્રકાર વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં સમગ્ર ગુજરાત ભરમાં જિલ્લા કક્ષાએ પત્રકારોએ આપ્યું આવેદન….

અમરેલી પત્રકાર એકતા પરિષદ જિલ્લાના તમામ તાલુકાઓ માંથી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું, સમગ્ર વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સભા દરમિયાન પત્રકારો વિશે ટિપ્પણી કરી હતી કે પત્રકારો તોડબાજ હોય છે તેમજ પત્રકારો વિશે કરી ખોટી ટિપ્પણીઓ બાબતે સમગ્ર ગુજરાત ભરમાં આ બાબતે પડઘા પડ્યા હતા નિવેદન આપતા નેતાઓને સૂચના આપવામાં આવે તેવા હેતુથી આજે રાજ્યભરમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કક્ષાએ તમામ તાલુકાઓના હોદ્દેદારો હાજર રહી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને રાજકીય નેતાઓ દ્વારા પત્રકારોની આવી છેલ્લી કક્ષાની ભાષા વાપરવામાં આવતી હોવાથી પત્રકાર જગતમાં નારાજગી જોવા મળી હતી. ફરી ક્યારે આવા પ્રકારની નીચલી કક્ષાની રાજનીતિ કરવા માટે પત્રકારોને નીચા દેખાડવામાં ન આવે તેના માટે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ આવેદન પાઠવી પત્રકારોની આ વાત સરકાર સુધી પહોંચે તેવી જિલ્લા કલેકટરોને રજૂઆત કરવામાં આવી હતી, અમરેલી પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે વારંવાર પત્રકારો વિશે થતી આવી ટિપ્પણીને રોકવામાં આવે અને દુનિયાની ગણાતી ચોથી જાગીર ને આમ રોડ ઉપર બદનામ કરવામાં ન આવે ગૃહ મંત્રી દ્વારા કરાયેલા આવા નિવેદનોના કારણે પત્રકાર જગતમાં પ્રત્યાઘાત પડ્યા છે ફરી ક્યારે આવી ઘટનાઓ ન બને તે માટે પણ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ કલેકટરના માધ્યમથી સરકાર સુધી રજૂઆત કરી છે…

Back to top button
error: Content is protected !!