GUJARATSAYLA

સુદામડા ગામે 300 લોકો થી વધારે ફૂડ પોઈઝનિંગની અસર થતા તંત્રમાં દોડધામ. 

સુદામડા ગામે માતાજી ના માંડવા ના આયોજનમાં છાશ પિધા બાદ 300 થી વધારે લોકોને ફ્રૂડ પોઈઝનિંગ.સમગ્ર ઘટના જાણ થતા આરોગ્ય વિભાગ, ડેપ્યુટી કલેકટર તથા પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા સ્ટેન્ડ બાય 5 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી હતી.લોકોની તબિયત લથડતા સુદામડા તથા સાયલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા.

સુરેન્દ્રનગરના સાયલા ના સુદામડા ગામે માતાજી ના માંડવાના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમવામાં છાશ પીવાથી લોકોની તબિયત લથડી હતી જેમાં બાળકોની સંખ્યા વધારે જોવા મળી હતી જેમાં 300થી વધારે ફ્રુડ પોઈઝનિંગ થઈ હતી જેમાં સમગ્ર ઘટના જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ તથા 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. સાથે સાથે સાયલા તથા સુદામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને આગામી સમયમાં કોઈ એવી ઘટના ન બને તે માટે ચુસ્તપણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

અહેવાલ,,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!