વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી અને દિવાળીબેન ટ્રસ્ટ ના મિશન અને સમાજ સેવા પ્રત્યેના અખંડ પ્રયત્ન ના ભાગરૂપે તારીખ ૩૦ જાન્યુઆરી ના રોજ આહવા તાલુકાના ચિરાપાડા ગામે “બાળ આરોગ્ય મેળા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
‘સ્વચ્છતાં સાથે સંસ્કારનું જ્ઞાન’ સુત્રના આશય સાથે આયોજીત આ મેળામાં ચિરાપાડા, બારીપાડા, ભુરાપાણી, શામગહાન ચૌહાણપાડા, શામગહાન, જાખાના, હેદીપાડા, જોગબારી, ભાપખલ, રાનપાડા, સોનુનિયા, એકલવ્ય શાળા બારીપાડા, અને ચીખલી ગામની કુલ ૧૩ જેટલી પ્રાથમિક શાળાઓના કુલ ૧૦૮૫ થી વઘુ બાળકોએ “બાળ આરોગ્ય મેળા” ભાગ લીધો હતો.
આ મેળાનો મુખ્ય હેતુ ગામડાના બાળકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો અને તેમને આરોગ્યસંપત્તિ પ્રદાન કરવાનો હતો. મેળામાં આરોગ્ય ચકાસણીઓ, પોષણ, વૃદ્ધિ-વિકાસ અને તબીબી સેવાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.
આ મેળામાં બાળકોના સંપૂર્ણ આરોગ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં નક્કી કરાયેલ આરોગ્ય ચકાસણીઓ સાથે જમવાનું પોષણ, વૃદ્ધિ અને વિકાસ અંગે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ મેળામાં અલગ અલગ ડોમ બનાવીને આરોગ્ય ની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં જાગૃતિ કરણ કરવામાં આવ્યું હતું. જેમા, બાળકનું રજીસ્ટ્રેશન, વજન ઉચાઈ, પ્રાથમિક સારવાર, આંખ ચેક અપ, સારીટેવ, ખોટીટેવ, ગુડ ટચ બેડ ટચ, હિમોગ્લોબિન તપાસ, ક્રાફટ પ્રવૃતિઓ, માસિક ધર્મ જાગૃતિ કરણ, માનવ શરીર, વ્યસન મુક્તિ, વેસ્ટ મેનેજમેન્ટ, ઘરેલું ઉપચાર, મેડિકલ કિટ, એક મિનિટ રમત, અને બાળ વિકાસ માટે સ્ટેજ પર્ફોમન્સ જેવી પ્રવૃતિ આકર્ષકનું કેન્દ્ર બની હતી.
ઉપરાંત આ મેળામાં વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. જેમાં રીંગરમત, એક મિનિટ રમત, સ્ટેજ પરફોર્મન્સ, ક્રાફ્ટ પ્રવૃત્તિઓ, ઘરેલુ ઉપચારની માહિતી, મેડિકલ કિટની માહિતી, અને વેસ્ટ મેનેજમેન્ટ અંગે માહિતી આપવામાં આવી હતી.
દિવાળીબેન ટ્રસ્ટના સ્થાપક શ્રી બી.યુ.પટેલના માર્ગદર્શન હેઠળ અને ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નલીનભાઈ જોષીના આશીર્વાદ થી દિવાળીબેન ટ્રસ્ટની યુવા ટીમ સર્વેશ્રીઓ અમર પાડવી, ભાવેશ પટેલ, રોશની પાનવાલા, ભાર્ગવી ચૌધરી તેમજ શામગહાન ક્ષેત્ર સંયોજક ગંગારામ, અને જયોતિરધર મિત્રોના સહયોગથી આ મેળો સફળ બન્યો હતો. આ સમગ્ર મેળાનું આયોજન અને સંચાલન દિવાળીબેન ટ્રસ્ટ આહવા ના સંયોજક શ્રી રાજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા ડાંગના પૂજ્ય પી.પી.સ્વામી, ચિરાપાડા ગામના માજી સરપંચ શ્રી હિરાભાઈ રાઉત, પર્વતારોહક શ્રી ભોવન રાઠોડ, CSC સહાયક શ્રી નિતીનભાઈ રાઉત, આરોગ્ય શાખાના શ્રી કલ્પેશભાઇ સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.